શિસ્તના આગ્રહી એવા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી એક વખત સ્વામિનારાયણ ધામ, ગાંધીનગર ખાતે સંતઆશ્રમમાંથી બાપાશ્રી આવાસમાં AYP કેમ્પમાં લાભ આપવા પધારતા હતા.

એવામાં ગુરુજી એકાએક હસ્ત જોડી ઊભા રહ્યા. કેમ ? તો સભાહોલમાં પ્રાર્થના ચાલુ થઈ ગઈ હતી. પ્રાર્થના ચાલુ થતાં હસ્ત જોડી જે જગ્યાએ હોઈએ ત્યાં ઊભા રહેવું તે પ્રાર્થનાની શિસ્ત છે.

સાથે રહેલા મુક્તોએ ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીને પ્રાર્થના કરી, “ગુરુજી, આપણે સભાહોલમાં જઈ પ્રાર્થના કરીશું.” ત્યારે સર્વે મુક્તોને આહ્નિકની શિસ્ત શીખવતાં ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ કહ્યું, “પ્રાર્થનાની અદબમાં રહેવું એ આદર્શ છે. શું માત્ર આ વાતો બોલવામાં જ રાખીશું ? આપણે વર્તીશું તો બીજાને વર્તાવી શકીશું ને વાતો વર્તનમાં આવશે તો અન્યનું પરિવર્તન કરી શકીશું.”

આટલું કહી પ્રાર્થના કરવા લાગ્યા...

આમ, ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીનું જીવન એટલે જ  શિસ્તના આગ્રહી...